કોહલીની રેકોર્ડબ્રેકિંગ સદી, આફ્રિકા સામે પ્રથમ વન-ડેમાં ભારતનો વિજય
દક્ષિણ આફ્રિકા સામે રવિવારની મેચમાં વિરાટ કોહલીની રેકોર્ડબ્રેકિંગ 52મી વન-ડે સદીની મદદથી ભારતની 17 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ગયા અઠવાડિયે પ્રવાસી ટીમે ટેસ્ટમાં ક્લીન સ્વીપ કર્યા બાદ યજમાન ટીમે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં વિજયી શરૂઆત કરી હતી.